બોલીવુડના દિગ્ગજ કોમેડિયન મુશ્તાક ખાનનું નિધન, 56 વર્ષની ઉંમરે કેન્સર સામે હાર્યા જંગ

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અત્યારે સૌથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે.

‘વેલકમ’ ફિલ્મમાં “મેરી એક ટાંગ નકલી હૈ” કહીને લોકોને ખડખડાટ હસાવનારા જાણીતા અભિનેતા મુશ્તાક ખાનનું નિધન થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મુશ્તાક ખાન છેલ્લા 5 વર્ષથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. 8 દિવસ પહેલા તેમની તબિયત અચાનક બગડતા તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તારીખ 24 સપ્ટેમ્બર 2026 ના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા.

આ સમાચારની પુષ્ટિ તેમના દીકરા મોહસીન ખાને અને ફિલ્મ ફેડરેશન FWICE ના પ્રમુખ બી.એન. તિવારીએ કરી છે.

તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે મુંબઈના યારી રોડ કબ્રસ્તાન ખાતે કરવામાં આવશે.

મુશ્તાક ખાન કોઈ મોટા સ્ટાર નહોતા, પણ તેઓ દરેક સ્ટારથી મોટા હતા. કારણ કે ફિલ્મ હિટ કરાવવામાં તેમના જેવા કેરેક્ટર આર્ટિસ્ટનો જ હાથ હોય છે.