નંદગામના યુવાનનો ફોન હેક કરી 51 હજાર ઉપાડી લેવાયા

ભચાઉના નંદગામ નાની ચીરઈમાં રહેતા એક યુવાનનો મોબાઈલ હેક કરી ગઠિયાએ બારોબાર રૂા. 51,000 ઉપાડી લીધા હતા.સૂત્રો પરથી મળતી માહિતી નંદગામમાં રહી ટી.એમ. સોલ્ટ ચીરઈમાં કામ કરનાર યુવાન આ બનાવનો ભોગ બન્યો હતો. આ યુવાનને તેના મિત્ર એ આર.ટી.ઓ. ચલણની એ.પી.કે. ફાઈલ  મોકલી હતી અને આ ચલણ ક્યાનુ છે જોઈને મને જાણ કરવા કહ્યું હતું ત્યારે યુવાન કામમાં હોવાથી બાદમાં તેણે આ ફાઈલ ખોલીને જોઈ હતી. બાદમાં તેને ઓટીપી આવ્યા હતા અને અલગ-અલગ ત્રણ ટ્રાન્ઝેશન થકી ગઠિયાઓએ કુલ રૂા. 51,000 ઉપાડી લીધા હતા. ગત ફેબ્રુઆરી મહિનામાં બનેલા આ બનાવ અંગે પોલીસે આજે ગુનો નોંધી હવે આગળની તપાસ હાથ ધરી છે.