પત્ની પિયરમાં ચાલી જતાં ઢોરીના યુવાને પાકમાં છાંટવાની દવા પીને જીવ દીધો
પત્ની પિયરમાં ચાલી જતાં તેની ચિંતામાં આવીને તાલુકાના ઢોરી ગામના 30 વર્ષીય યુવાન પાકમાં છાંટવાની દવા પીને જીવ દીધો હતો.સૂત્રો પરથી મળતી માહિતી આ બનાવ અંગે આજે માધાપર પોલીસ મથકે મૃતકના પિતા એ જાહેર કરેલી વિગતો મુજબ તેના પુત્રના એક છોકરી સાથે અનૈતિક સંબંધ હોવાથી યુવાનની પત્ની તેના પિયરે ચાલી ગઈ હતી. આ વાતની ચિંતામાં પાકમાં છાંટવાની દવા પી લઈને પોતાનો જીવ દઈ દીધો હતો. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ પીએસઆઈ એન. જે. ભગોરાએ હાથ ધરી છે.