કચ્છ જીલ્લામાં જન્મ/મરણના દાખલાઓમાં નામમાં કે અટકમાં કોઈ સુધારો કરવાનો થતો જે ગ્રામપંચાયત લેવલે થતો પરંતુ થોડા સમય પહેલા સરકારે જન્મ/મરણના દાખલામાં સુધારો કરવાનું થાય તે માટે અત્યારે કચ્છ જીલ્લા આરોગ્ય અધિકારીને જવાબદારી સોપવામાં આવેલ છે અને કોઈપણ નામ માં સુધારો કરવો હોય તો તે ગ્રામપંચાયત કચેરીએ થી અરજદારના અરજીના આધારે ઓનલાઈન CRS પોર્ટલમાં અરજી પોહચાડવાની હોય છે અને અરજી આવિયા પછી જીલ્લા આરોગ્ય અધિકારી ઓકે કરે ત્યાર બાદ OTP આપવાનો હોય છે અને OTP આપ્યા પછી જન્મ/મરણ પત્રમાં સુધારો શક્ય બને છે પરંતુ સમગ્ર કચ્છ જીલ્લામાંથી અનેક અરજીઓ જીલ્લા આરોગ્ય અધિકારીને મળે ત્યારે દરેક અરજી દીઠ જીલ્લા આરોગ્ય અધિકારી અંગુઠો મારી ઓકે કરે ત્યાર બાદ જ આગળની કાર્યવાહી શરુ થાય પરંતુ અત્યારે કચ્છ જીલ્લાની અનેક અરજીઓ પેન્ડીંગ છે અથવાતો અરજીઓ રદ કરી દેવામાં આવે છે અત્યારે ભીમાસર ગામની જ ૨૧ અરજીઓ એકી સાથે રદ કરી દેવામાં આવી ત્યારે લોકો ખુબ હાલાકી ભોગવી રહ્યા છે અને અનેક ફરિયાદો અમારી પાસે આવેલ છે ત્યારે સરકારે તમામ અરજીઓ સુધારા વધારા કરવા માટે જીલ્લા આરોગ્ય અધિકારી ને બદલે અલગ અલગ તાલુકા અધિકારીઓ ને જવાબદારી સોપવી જોઈએ તોજ લોકોની હાલાકી દુર થશે અને આ બાબતે ભાજપના સતાધીશો પણ સરકાર સમક્ષ રજૂઆત કરી અને લોકોની હાલાકી દુર કરાવે.
2. કચ્છમાં પંચાયત તલાટીઓ અને રેવન્યુ તલાટીઓ વચ્ચે વિવાદ ખુબ લાંબો ચાલ્યો અને પંચાયતના તલાટીઓ લાંબા સમય સુધી હળતાલ ઉપર રહી અને રેવન્યુ તલાટીની કામગીરી અમે નહિ કરીએ જેના કારણે લોકો ખુબ હાલાકી ભોગવી અને ત્યાર બાદ સરકરે રેવન્યુ તલાટીની જવાબદારી નક્કી કરી અને તેમને કામગીરી સોપવામાં આવી જેમાં જેતે તાલુકાના મામલતદારો દ્વારા તલાટીઓ ને ગામડાઓ અને દિવસો ફાળવેલ પરંતુ ત્યાર બાદ રેવન્યુ તલાટીઓ એ અટલી મોટી કામગીરી અમેન કરી શકીએ તેમ કહી તેમને પણ કામગીરી નો અનાદર કર્યો રેવન્યુ તલાટી ને મુખ્ય કામગીરી પેઢીનામ કરવા, ૧૬ નંબર માં પિયતના દાખલા આપવા, ખેતી-બિનખેતીના વેરા વસુલ કરવા, ખેતરોમાંજઈ ૭/૧૨ લખવા, સરકારી તેમજ ગૌચર જમીનો ઉપર દબાણ થયેલ હોય તો ખુલ્લા કરાવવા, ધિરાણ લેવા માટે ખેડૂતો ને NOC આપવાની આવી અનેક કામગીરી રેવન્યુ તલાટીને સોપવામાં આવી પરંતુ તેઓ કામગીરી કરતા નથી અને પંચાયતના તલાટીઓ કામગીરી કરવા ત્યાર નથી તો લોકો એ શું કરવું આના નિરાકણ માટે સરકાર ગંભીર બને અને યોગ્ય વ્યવથા ગોઠવે તેવી માંગણી છે.
અત્યારે DILR કચેરીના ક્લાસ -૩ ના કર્મચારીઓ તારીખ ૧૧/૦૯/૨૦૨૬ થી હળતાલ ઉપર ઉતરી ગયા છે તેની માંગણીઓ ગ્રેડ સુધારવા માટેની છે પરંતુ અત્યારે સમગ્ર જીલ્લા ની કામગીરી ખોરવાઈ ગઈ છે અને જરૂરી રેકર્ડ કચેરી માંથી મળતો નથી અને માપણીઓ તેમજ બિનખેતી ની કામગીરી પણ ઠપ થઇ ગયેલ છે. જે ખુબજ ગંભીર બાબત છે આના માટે થઇ સરકાર યોગ્ય પગલા ભારે અને અત્યારે તમામ જુદા જુદા વિભાગોમાં કામગીરી રૂંધાયેલ છે અને સરકારને કોઈ ચિંતા નથી સરકાર સુધી આ માહિતી નહિ હોય કે તમારી નીતિઓ ના કારણે જનતા હેરાન થઇ રહેલ છે. જેથી લોકો રસ્તામાં ઉતરે તે પહેલા સરકાર આ મુદ્દે કાર્યવાહી કરે તે ખુબ જરૂરી છે.