મુંદરામાં ગેરેજમાંથી બોલેરો ગાડીની તસ્કરી

મુંદરામાં ઓઈલ બદલવા તથા બ્રેક રિપેર કરવા ગેરેજમાં આપેલી બોલેરો પીકઅપ ગાડીની ઉઠાંતરી થયાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ મુંદરા પોલીસ મથકે, ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની બોલેરો પીકઅપ ગાડી આશરે કિ. રૂા. પ.પ0 લાખવાળીના ઓઈલ બદલવા તથા બ્રેક બનાવવા માટે તા. 17/9ના સાંજે મુંદરા શક્તિનગર બજાજ શો-રૂમની સામે આવેલી નદીમ મામદહુસેનની `વસીલા ગેરેજ’માં ફરિયાદના પિતાએ મૂકી હતી.  બીજા દિવસે ગાડી લેવા જતાં નદીમભાઈએ કહ્યું કે, તમારી ગાડી રાત્રે કામ કરીને ગેરજની બાજુમાં પાર્ક કરી છે, ત્યાં જોતાં ગાડી મળી ન હતી. આમ કોઈ ચોર ઈસમ ગાડી ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.