નાની હમીરપરમાં પાણીના ટાંકામાંથી શરાબનો જથ્થો જબ્બે

રાપર તાલુકાના નાની હમીરપરમાં વાડીમાં પાણીના  ટાંકામાંથી પોલીસે રૂા. 28035નો અંગ્રેજી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આરોપીના કબજાની વાડીમાં દારૂનો જથ્થો હોવાની પૂર્વબાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો. અહીં છાનબીન દરમ્યાન વાડીના અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી ભારતીય બનાવટની  વિદેશ દારૂની  39 બોટલ કિં. રૂા. 22,035 તથા ક્વાર્ટરિયા  નંગ-48 કિં. રૂા. 6 હજાર તેમજ દેશી દારૂ બનાવવાનો આથો 40 લિ. કિં. રૂા. 1 હજારનો જથ્થો પકડી પાડયો  હતો. આ  કાર્યવાહીમાં  35 હજારના મોટરસાઈકલ સાથે કુલ રૂા. 64035નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.