કચ્છના ભચાઉમાં ₹2.15 કરોડના ખર્ચે જમીન ચકાસણી લેબોરેટરી બનશે
કચ્છના ભચાઉમાં ₹2.15 કરોડના ખર્ચે જમીન ચકાસણી લેબોરેટરી બનશે.ભચાઉમાં દર મહિને 3,000 માટીના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવશે.રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને રાજ્ય સરકારના આર્થિક સહયોગથી આધુનિક જમીન ચકાસણી લેબોરેટરીનું નિર્માણ થશે.લેબોરેટરીમાં જમીનના નમૂનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પરીક્ષણ કરવામાં આવશે.જમીનની ફળદ્રુપતા અને પોષક તત્વોની સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મેળવવામાં મદદ મળશે.જમીન ચકાસણીના આધારે ખેડૂતોને યોગ્ય પાક અને ખાતરના ઉપયોગ અંગે માર્ગદર્શન મળી શકશે.ભચાઉ ખાતે લેબોરેટરી શરૂ થતાં કચ્છના ખેડૂતોને સ્થાનિક સ્તરે જમીન પરીક્ષણની સુવિધા મળશે.અદ્યતન સાધનોની મદદથી મોટી સંખ્યામાં માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવશે.લેબોરેટરીની કામગીરી આગામી જાન્યુઆરીથી શરૂ થવાની શક્યતા.કચ્છના કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક જમીન પરીક્ષણને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું