ભુજ નગરપાલિકા દ્વારા શહેરી કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ યોજાશે જેમાં ૫૫ જેટલી યોજનાઓનો લાભ એક સ્થળે મળશે.
ગુજરાત સરકારશ્રીના પરિપત્ર અને જીલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૦૭ થી ૧૧ વિસ્તારના નાગરીકો માટે બારમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન તા.૨૯/૦૯/૨૦૨૬ના રોજ સવારના ૯.૦૦ થી ૨.૦૦ કલાક સુંધી જ્યુબીલી સર્કલની બાજુમાં આવેલ ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ છે. સરકારશ્રીની વિવિધ કચેરીઓની નીચે મુજબની ૫૫ જેટલી યોજનાઓના લાભપ્રજાજનોએ એક જ સ્થળે એકજ દિવસે મેળવી શકશે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી દ્વારા શહેરના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે.પોતાના જરૂરી આધારપુરાવા દસ્તાવેજો સાથે રાખી આ તકકનો મહતમ લાભ લેવો જેથી સરકારી કચેરીઓના ધક્કા ખાયા વગર પારદર્શક વહીવટી પ્રક્રિયા ઘરઆંધણે ઝડપથી પૂર્ણ કરી શકાય.
સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વ્રારા પૂરી પાડવામાં આવનાર સેવાઓ:
(૧) આધાર નોંધણી (૧૮વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે), (૨) આધારકાર્ડમાં સુધારા (અપડેશન કરવા).(૩) રાશન કાર્ડમાં નામ દાખલ,કમી કે સુધારો કરવો.(૪) રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી કરવા અંગેની સેવાઓ. (૭) જાતી પ્રમાણપત્ર (૮) કુંવરબાઈ મામેરૂ સહાય. (૯) ફીશીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, (૧૦) દિવ્યાંગતા પ્રમાણપત્ર,(૧૧) નમોશ્રી યોજના. (૧૨) પી એમ.જેમાં અરજી, (૧૩) મેડીકલ ઓફિસર દ્વ્રારા ઉમરનો દાખલો, (૧૪) હેલ્થ વેલનેશ કાર્ડ, (૧૫) જન્મ મરણના પ્રમાણપત્ર.(૧૬) લગ્ન નોંધણી પ્રમાણપત્ર, (૧૭) ઘરેલું નવા વીજ જોડાણ માટે અરજી, (૧૮) આધારકાર્ડનું બેન્ક ખાતા સાથે જોડાણ, (૧૯) મોબાઇલ નંબર સાથે બેન્ક ખાતા સાથે જોડાણ. (૨૦) નવું બેન્ક ખાતું ખોલાવવું. (૨૧) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, (૨૨) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (૨૩) સુકન્યા સમૃધી, (૨૪) અટલ પેન્શન યોજના. (૨૫) ભીમ એપ. (૨૬) વ્યવસાય વેરા અરજી, (૨૭) જનધન યોજના અંતર્ગત નવું બેન્ક એકાઉન્ટ ખોલવું, (૨૮) કેસલેશ લીટરેસી. (ડીજીટલ ટ્રાંજેકશન). (૨૯) બસ કનેકશન પાસ-સામાન્ય લોકો માટે. (૩૦) સાતબાર/આઠ-અ ના પ્રમાણપત્ર(૩૧) રેવન્યુ રેકર્ડ માટે વારસાઇ અરજી.(૩૨) જાતિ પ્રમાણપત્ર (૩૩)આવક દાખલો (૩૪) નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર (૩૫) રાષ્ટ્રીય વૃદ્ધ પેન્સન (૩૬) નિરાધાર વૃદ્ધ અને દીવ્યાંગોને આર્થીક સહાય. (૩૭) રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના(અરજી કરાવી) (૩૮) બસ કનેક્શન પાસ દીવ્યાંગો માટે (૩૯) યુડીઆઇડી કાર્ડનું રજીસ્ટ્રેશન, (૪૦) સમાજ કલ્યાણ અનુ. જાતિની સેવાઓ(અરજી), (૪૧) કુંવરબાઈ મામેરૂ સહાય, (૪૪) પ્રોપર્ટી ટેક્ષ.(૪૫) ગુમાસ્તા ધારા, (૪૬) ટોઇલેટ અરજી, (૪૭) પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, (૪૮) વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર. (૪૯) વ્યવસાય વેરા (૫૦) પાણી અને ગટરના કનેકસન, (૫૧)પી.એમ સ્વનીધી યોજના, (પર) શ્રવણ તીર્થ યોજના રજીસ્ટ્રેશન (૫૩) આઈ.સી.ડી.એસ.બાળકોના આધારકાર્ડ, (૫૪) વિધવા સહાય, (૫૫) માન.મુખ્યમંત્રીશ્રીની એપ્રેન્ટિસ યોજનાની અરજીઓનો સ્વીકાર કરવો.