ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ

આજરોજ તા. 27 સપ્ટેમ્બર, 2026ના રોજ ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વી. કે. હુંબલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
બેઠક દરમિયાન ગાંધીધામ તાલુકાના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી સમયમાં કોંગ્રેસ પક્ષની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી ને વી કે હુંબલ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાંધીધામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પ્રજાને પડી રહેલી સમસ્યાઓ અને લોકોના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં સ્થાનિક જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા આપી તેમના નિરાકરણ માટે યોગ્ય રજૂઆતો અને જરૂરી કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોને સંગઠનને વધુ સક્રિય બનાવવા તથા જનતા વચ્ચે રહી લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કચ્છ જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ વી કે હુંબલ તથા ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા ગાંધીધામ શહેર ના પ્રમુખ ભરત ભાઈ ગુપ્તા,ઓસામણ ગનીભાઇ માંજોઠી, રાધસીંગ ચૌધરી, બળુભા ઝાલા, શામજી ભાઈ આગરીયા, હરદેવસિંહ જાડેજા, નાગસીભાઈ નોરિયા, રમેશભાઈ આહીર, શંકરભાઈ ગુજરીયા, પ્રેમજીભાઈ મહેશ્વરી,દીપકભાઈ વિરડા,ઇસ્માઇલભાઈ સોઢા, હાજી અબ્દુલભાઇ, ઇસ્માઇલભાઈ માંજોઠી,બેલાબેન આચાર્ય, નવીનભાઈ મહેશ્વરી હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.