ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન

લોકસભા સત્ર દરમ્યાન કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા ઉતર પ્રદેશના કચ્છમાં રહેતા
લોકોના ડેલીગેશન સાથે ભારત સરકારના રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજી ની રૂબરૂ મુલાકાત લઈ કચ્છ થી ઉતર
પ્રદેશ – બિહાર ને જોડતી રેલ સેવા માટે રજુઆત કરી હતી. જેના ફલસ્વરૂપ રેલવે મંત્રાલય દ્વારા અમૃત ભારત
એક્સપ્રેસ ભુજ – બરૌની સપ્તાહ માં ત્રણ દિવસ દોડાવવા માં આવશે.
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતુ કે, ભુજથી બરૌની સુધી 2,532 કિમીનું અંતર કાપતી –
ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના મુસાફરોને મળશે સુવિધા, ગુજરાત અને બિહાર વચ્ચે રેલવે
કનેક્ટિવિટીને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી ભુજ–બરૌની વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઈ રહી
છે. આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ – સોમવાર, બુધવાર અને શનિવારે ભુજ થી ઉપડશે.
આ નવી ટ્રેનના કારણે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર વચ્ચે મુસાફરી કરતા નાગરિકોને વધુ
સુવિધાજનક અને સીધી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. ટ્રેનના મુખ્ય સ્ટોપેજ જેમાં ભુજ,અમદાવાદ, રતલામ,
કોટા, મથુરા, બરેલી, ગોરખપુર, હાજીપુર, મુઝફ્ફરપુર, બરૌની નો સમાવેશ થાય છે.
ભુજ સહિત કચ્છ અને સમગ્ર ગુજરાતના નાગરિકો માટે આ ટ્રેન બિહાર તથા ઉત્તર પ્રદેશ સાથેની
મુસાફરીને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ બની રહેશે. ખાસ કરીને રોજગાર, વેપાર, શિક્ષણ અને સામાજિક
કારણોસર ગુજરાતથી ઉત્તર ભારત અને બિહાર તરફ મુસાફરી કરતા મુસાફરોને તેનો લાભ મળશે.
આ નવી રેલવે સેવા માટે સાંસદશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી, રેલવે મંત્રીશ્રી
અશ્વિનીજી કેન્દ્ર સરકાર તથા રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે, આ ટ્રેનથી ગુજરાત, ઉતર
પ્રદેશ અને બિહાર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેમજ મુસાફરોને ઝડપી અને સુવિધાજનક પરિવહનનો
વિકલ્પ મળશે.