ભુજની ભાગોળે ઘરમાં જુગાર રમતા છ ખેલીઓ પકડાયા

ભુજ,તાલુકાના રતિયાની સીમમાં ભુજની ભાગોળે આદિયોગીની પ્રતિમા પાસે આવેલી બુદ્ધવિહાર સોસાયટીના મકાનમાં જુગાર રમતા ખેલીઓને  એલસીબીએ  ઝડપી પાડયા હતા.સૂત્રો પરથી મળતી ગંજીપાના વડે  જુગાર રમતા ને રોકડા રૂા. 1,68,900 અને 25 હજારના પાંચ મોબાઈલ સાથે ઝડપી લીધા હતા. આરોપી પોતાના મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઊઘરાવી જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું છે. માનકૂવા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરીમાં એલસીબીના પી.આઈ. એ.એમ. મકવાણા, પી.એસ.આઈ જે.બી. જાદવ, એમ.એચ. શિણોલ, એ.એસ.આઈ. સુરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. શક્તિસિંહ ગઢવી, જીવરાજ ગઢવી, ધર્મેન્દ્ર રાવલ, પરબતભાઈ ચૌધરી જોડાયા હતા.