6 વર્ષથી પોલીસને ચકમો આપતો મોસ્ટ વોન્ટેડ બુટલેગર રાસુભા સોઢા ઝડપાયો

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી, પશ્ચિમ-કચ્છ, ભુજ નાઓએ સુચના અને માર્ગદર્શન હેઠળ પશ્ચિમ-કચ્છ, ભુજ જિલ્લામાં મોસ્ટ વોન્ટેડ ઈગ્લીશ દારૂના ગુનાઓમાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપી રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢા ને પકડવા માટે ટીમની રચના કરીને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર, એ. એમ. મકવાણા તથા એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રધુમનસિંહ ગોહિલ, અશ્વિનભાઈ સોલંકી, સુરેન્દ્રસિંહ ઝાલા, સુનિલભાઈ પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, શ્યામ ગઢવી, તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ચૌહાણ, ટીમની રચના કરીને છેલ્લા ૧૫ દિવસ સુધી સતત એલ.સી.બી.ના માણસો દ્વારા ખાનાય જંગલ વિસ્તારમાં ખેડુત અને લોકલનો પહેરવેશ ધારણ કરીને તથા આરોપી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હુમલાખોર વર્તન કરવા માટે જાણીતો હોવાથી ઓપરેશનમાં દરેક પગલું અત્યંત સાવચેતીપૂર્વક રાખીને સતત દિવસ-રાત જોયા વગર ટીમ ગરમી, જંગલની મુશ્કેલ પરિસ્થિતિ અને સતત ૧૦ દિવસ સુધી નજર રાખવા છતાં આરોપીની કોઈ ભાળ મળેલ નહી. પરંતુ ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આ લિસ્ટેડ આરોપીએ જાણે જિલ્લા પોલીસને પડકાર આપી દીધો હતો કે, “મને પકડી બતાવો!” તેવુ આરોપીની ગર્ભિત ચેલેન્જ છેલ્લા ૬ વર્ષથી પોલીસ ટીમને કોરી ખાતી હતી. કારણ કે લક્ષ્ય માત્ર એક હતું—રાસુભા, અને આખરે પંદરમાં દિવસે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢા વહેલી સવારે ખાનાય સીમ વિસ્તારની ડુંગરની કોતરોમાંથી નીકળી ખાનાય ગામ તરફ જવા નીકળેલ છે, તેવી સચોટ બાતમી આધારે ટીમ એલર્ટ મોડમાં આવીને “ઓપરેશન ખોજ” ઓપરેશન પાર પાડવા જે જંગલને આરોપી પોતાની ઢાલ માનતો હતો, તે જ જંગલમાં જઈને બાવળોની જાડીઓમાં સંતાઇ સતત ત્રણ દીવસ પોતાની પોલીસ તરીકેની ઓળખ છુપાવી આરોપી જે ખેતરમાં આસરો લીધેલ હતો તે જગ્યાએ ન આવી અન્ય નિર્જન જગ્યાએ સુતો હોઈ તેવી બાતમી મળતા તે જગ્યાથી ૨૦૦ મીટરના અંતરે આરોપી હોય અને દોડીને જવાથી આરોપી નાશી જવાની પુરી શક્યતા હોય પોલીસ કર્મચારીઓ એક-બીજાના કોમ્યુનીકેશનમાં રહી કાઉલીંગ કરી આરોપી નજીક પહોંચવા માટે જમીન ઉપર ઘાસ તથા ઝાડીનો ઓથ લઈને આરોપી નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ વિરેન્દ્રિસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા તથા શ્યામ ગઢવીનાઓએ સંયુકત રીતે ટીમ વર્કથી આરોપી રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢાને ઝડપી આરોપીને ધુળ ચાટતો કરીને ઝડપી પાડવામાં આવેલ.