દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ એક યુવકને થપ્પડ ઝીંકી દીધી

ભાજપની રેખા ગુપ્તા સરકારના કેબિનેટ મંત્રી પ્રવેશ વર્માએ રવિવારે એક યુવકને થપ્પડ મારી દેતાં રાજકીય ઘમસાણ મચ્યું હતું.સૂત્રો પરથી મળતી માહિતી ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રવેશની ધરપકડની માંગ કરી હતી.દિલ્હીના જાહેર બાંધકામ મંત્રી પ્રવેશ વર્મા તિલકનગર વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં લોકોએ નવો રસ્તો તોડીને બતાવ્યો, ત્યારે તેનો વીડિયો એક યુવક બનાવી રહ્યો હતો. ગુસ્સે ભરાયેલા મંત્રી વર્માએ એ યુવકને થપ્પડ ઝીંકી દીધી હતી. `આપ’ના ધારાસભ્ય સાથે ઉગ્ર દલીલ બાદ આ ઘટના બની હતી. `આપ’ના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે, પ્રવેશ વર્માએ બેહદ શરમજનક અને કાયરતાભર્યું કૃત્ય કર્યું છે.