લંડનની થેમ્સ નદી ઉપર ઐતિહાસિક ગંગા આરતીનું આયોજન કરાયું

image

ચિન્મયા મિશન યુ.કે. દ્વારા 75 વર્ષ પૂર્ણ થયાના ઉપક્રમે યુ.કે. મધ્યે પ્રથમવાર લંડનની થેમ્સ નદી ઉપર ગંગા આરતીનું આયોજન કરાયું હતું. લંડનની ઓલ્ડ રોયલ નેવી કોલેજના પટાંગણમાં થેમ્સ નદીનો નજારો દેખા છે તે સ્થળે ગંગા આરતીનું આયોજન થયું હતું. સંસ્થાના વડા સ્વામી સ્વરૂપાનંદજી તેમજ ઋષિકેશ પરમાર્થની કેતનથી ચિદાનંદ સ્વામી સાથે સાધ્વી ભગવતી સરસ્વતીજી રહ્યા હતા. કચ્છી કથાકાર શાત્રી ધ્રુવકુમાર ભટ્ટને આયોજનમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો, જેમાં વિવિધ ધર્મગુરુઓ જેમ કે ઇસ્કોન હરે કૃષ્ણા, મિશન યુ.કે, બ્રહ્માકુમારી વગેરે સંસ્થાઓ જોડાઇ હતી. થેમ્સ નદી કિનારે ગંગા આરતીના દર્શન કરવા ભક્તો હાજર રહ્યા હતા. રાજકીય મહાનુભાવો, હાઇ કમિશન ઓફ ઇન્ડિયા યુ.કે. સ્વયં સેવક સંઘના પ્રચારક જોડાયા હતા.