Skip to content
પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાધેલા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી. એન. યાદવ સાહેબ નખત્રાણા વિભાગ,નખત્રાણા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વાયોર પો.સ્ટે. ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર યુ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર યુ ઝાલા ને ખાનગી રાહે અત્યંત ભરોસા લાયક બાતમી હકીકત મળેલ કે, મોટી બેર ગામ ની પુર્વે તળાવ ની પાછળ બાવળ ની જાડી મા જાહેરમા અમુક ઈસમો ધાણી પાસા વડે રૂપીયાની હારજીતનો જુગાર રમાડતા હોય જે બાતમી અન્વયે બાતમી હકીકત વાળી જગ્યાએ આવી રેડ કરતા આરોપીઓ.(૧) અશોક જુમાભાઇ મહેશ્વરી ઉ.વ ૩૯ રહે કેરવાંઢ તા અબડાસા (૨)કાનજી નાથાભાઇ હરીજન ઉ.વ -૬૨ રહે બરંદા તા લખપત (૩) કાનજી સુમાર મહેશ્વરી ઉ.વ ૩૭ રહે મોટી બેર તા અબડાસા (૪) મીઠુઆચાર મહેશ્વરી ઉ.વ ૩૬ રહે મોટીબેર તા- અબડાસા (૫) રાજેશ રામજી મહેશ્વરી ઉ.વ ૨૨ રહે મોટી બેર તા અબડાસા (૬) ચંદ્રસિહ માનસિગજી જામ ઉ.વ ૨૨ રહે પીપર તા લખપત (૭) સુરેશ ગોપાલભાઇ માતંગ ઉ.વ ૩૨ રહે બરંદા તા લખપત (૮) ભીમજી સુમાર મહેશ્વરી ઉ.વ ૫૦ રહે પીપર તા લખપત (૯) હર્ષદ પરષોતમભાઇ ઠકકર ઉ.વ ૨૬ રહે મોટીબેર તા અબડાસાવાળાઓને રોકડા રૂા.૧૩૬૨૦/- ધાણી પાસા નંગ-૦ર, કિં.રૂા.૦૦-૦૦/-એમ કુલ્લે રૂપિયા ૧૩૬૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી ઉપરોકત ચારેય આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવા તજવીજ હાથ ધરી વાયોર પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે