ભુજમાં રિક્ષાવાળો ગાંજા સાથે જપ્ત
ભુજ, શહેરના વાણિયાવાડ રિક્ષા સ્ટેન્ડ પાસેથી રિક્ષાવાળાને માદક પદાર્થ ગાંજા સાથે પોલીસે ઝડપી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે વાણિયાવાડ રિક્ષા સ્ટેન્ડ, જલદીપ હોટેલ પાસેથી રિક્ષાવાળા ને માદક પદાર્થ ગાંજાનો જથ્થો 89 ગ્રામ કિં. રૂા. 4450 અને રિક્ષામાં કિં.રૂા. એક લાખ અને એક મોબાઈલ કિં.રૂા. 2500 તથા રોકડા રૂા. 110ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ ગાંજો તે અંજારમાંથી અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી.