ભુજમાં રૂ.50 હજારની લાંચનો ACB ટ્રેપ, ખાણ-ખનીજ વિભાગનો IT એક્ઝિક્યુટિવ સહિત બે ઝડપાયા

image

ભુજમાં ACBનો લાંચનો ટ્રેપ!
ખાણ-ખનિજ કચેરીના IT એક્ઝિક્યુટીવ સામે કાર્યવાહી
ભુજની ખાણ-ખનિજ કચેરીના IT એક્ઝિક્યુટીવ દ્વારા વચેટિયા મારફતે રૂ. 50 હજારની લાંચ સ્વીકારવાના કથિત મામલે ACBએ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ભુજના મુંદરા રોડ પર આવેલા જોષી દહીંવડા નજીક વચેટિયાને લાંચની રકમ સ્વીકારતા ACB ટીમે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તપાસના આધારે IT એક્ઝિક્યુટીવ જીનીશ આચાર્યને પણ ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ACB દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.