મુંદરામાં ઓનલાઇન ક્રિકેટનો જુગાર રમતો આરોપી જબ્બે
ભુજમાં રાતે મુંદરાના પાવાપુરીમાં મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી મુંદરા પોલીસે રાતે પાવાપુરી ચાર રસ્તા પાસે આવેલી ચાની હોટલ નજીકથી આરોપી ને પોતાના આર્થિક ફાયદા સારું તેના મોબાઇલ ફોનમાં ફેસબૂક પર આવતી ઓનલાઇન એપ પરથી આઇ.ડી. વડે ક્રિકેટ મેચનો સટ્ટો રમી-રમાડતા ઝડપી લેવાયો હતો, તેની આઇ.ડી.માં બેલેન્સ રૂા. 14,190 અને એક મોબાઇલ કિં. રૂા. 8000ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.