નખત્રાણા મઘ્યે અનંત ગ્રુપ દ્વારા ગૌ નવરાત્રી નું આયોજન કરાયું

નખત્રાણા ના અનંત ગ્રુપ દ્વારા નગર માં પહેલી વાર નવરાત્રી પહેલા ગૌ નવરાત્રી નું આયોજન આગામી 3 ઓક્ટોમ્બર ના સુંદરમ્ રીસોર્ટ મધ્યે યોજાશે જેમાં કચ્છ ઉપરાંત ગુજરાત ના નામાંકિત કલાકારો ના સંગાથે આયોજન કરવામાં આવ્યું છે જે પણ બચત થાશે એ ગૌમાતા વાપરવામાં આવશે અનંત ગ્રુપ ના સદસ્ય ધ્રુવ ભાઈ જોશી ગૌ નવરાત્રી ની માહિતી આપતા કયું હતું કે નખત્રાણા માં પહેલી વાર પ્રિ નવરાત્રી ને ગૌ નવરાત્રી તરીકે એક દિવસ નું કાર્યક્રમ કરવામાં માં આવશે જેમાં કચ્છ ભર માંથી સાધુ,સંતો,મહંતો,ના હસ્તે દીપ પ્રાગથ્યે કરાવી ગૌ નવરાત્રી ખૂલી મૂકવામાં આવશે જેમાં સૌ સનાતની ઓ ગૌમાતા માટે વધુ માં વધુ દાન એકઠું થાય તે માટે સર્વે ને આ ગૌ નવરાત્રી માં ગૌ પાસ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે

આયોજન ના મુખ્ય સ્પોન્સર દાતા પ્રિશા ડેવલોપર્શ ના ચેતનભાઈ ઠક્કર, દેવજીભાઈ ગજરા, હિંમતભાઈ સોની, ભરતભાઈ સોની,જયેશભાઈ સોની, સહિત ના દાતા ઓ દ્વારા સહયોગ મળી રયો છે
ગૌ રાત્રી પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા,ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા,સહિત ના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ગૌ રાત્રી ને સફળ બનાવવા નખત્રાણા ના વિવિધ સંગઠનો સહકાર મળી રયો છે

આયોજન ને સફળ બનાવવા
ધ્રુવ જોશી,મયુર અબોટી,રાજ રાજગોર,હર્ષ સોની,મયુર ચૌહાણ, નિક્ષિત સોની, શેફરીન સોની,જૈમિન અબોટી, દીક્ષિત ચૌહાણ,
કૈલાસ આથા,દિગ્વિજયસિંહ ચૌહાણ,વિવેક પલણ વગેરે ગૌ ભક્તો અને અનંત ગ્રુપ ના યુવાનો સેવા આપશે ગૌ રાત્રી ને લઈને નખત્રાણા અને વિસ્તાર માં ઉત્સાહ જોવા મળી રયો છે