માંગરોળમાં સંવિધાન પર તાળું? ધરણા પહેલા જ નેતાની અટકાયત!

માંગરોળ નગરપાલિકા વિરુદ્ધ અવાજ ઉઠાવવો એ શું હવે ગુનો બની ગયો છે?

આજે 30 સપ્ટેમ્બરે નીઝામ સાહેબ જેઠવા અને સાથીઓએ બે વર્ષથી અટકેલા કામો માટે શાંતિપૂર્ણ ધરણાનું આયોજન કર્યું હતું. પણ ધરણા ચાલુ થાય એ પહેલા જ માંગરોળ પોલીસે તેમની અટકાયત કરી લીધી!

બે વર્ષથી નગરપાલિકા અને મામલતદાર કચેરીમાં રજૂઆત કરી, કોઈ નિરાકરણ ન આવ્યું તો લોકો જાય ક્યાં? શું બંધારણે આપેલો ધરણાનો હક માંગરોળમાં છીનવાઈ ગયો છે?

જો લોકોનો અવાજ બનવું એ ગુનો હોય તો નીઝામ સાહેબ અને તેમના સાથીઓ ગુનેગાર છે.

હવે સવાલ માંગરોળની જનતાને છે – આ યુવાનોને સાથ આપશો કે પછી સરકારી કચેરીઓ તેમના કદમ રોકવામાં સફળ થશે?