નખત્રાણા તાલુકાના યક્ષ મેળામાં હંગામો! મોતના કૂવામાંથી બુલેટ સહિત પટકાયો!
કચ્છના પ્રખ્યાત યક્ષ મેળામાં મોતના કૂવામાં લોકો શ્વાસ રોકીને સ્ટંટ જોતા હતા, ત્યાં જ કાળો કેર થયો!
બુલેટ પર કરતબ કરતા ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો અને દીવાલ પરથી સીધો નીચે ફંગોળાયો. વીડિયોમાં જોઈ શકો છો, બાઈક ઉછળીને કેવી રીતે પડે છે.
ચાલકને માથા અને શરીરે ઈજા થતાં તરત હોસ્પિટલ ખસેડાયો. સદનસીબે હાલત સ્થિર છે.
મોતના કૂવાનું નામ જ મોત છે, એક નાની ભૂલ જીવલેણ બની જાય!