ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક તથા દારૂગોળૉ બનાવવાના પાવડર સાથે આરોપી ને પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક. શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર આર્મ્સ હથિયારો શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી આર.એલ.ખટાણા નોઆની સુચનના થી પોલીસ સ્ટાફ ના માણસો ગેરકાયદેસર હથીયારના કેસો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા પોલીસ સ્ટેશન વિસ્તારમા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પ્રાગપર થી ઉમૈયા જતા રોડ પર કબુડી માતાજી ના મંદીર પાસે થી આરોપી સતિષ હિરાભાઈ મકવાણા (કોલી) ઉ.વ.૩૦ રહે-સોસાયટી વાસ પ્રાગપર તા.રાપર કચ્છ વાળા પાસે થી દેશી હાથ બનાવટની બંદુક મળી આવતા આરોપી ને પકડી પાડી ધોરણસર કાર્યવાહી ક૨વામાં આવેલ છે.