છળકપટ કે ચોરીથી મેળવેલ કોપરના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

મ્હે.પોલીસ મહાનીરીક્ષકશ્રી,ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ, તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ (ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ,ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરથી નાઓની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે જગદિશ શંભુભાઈ ભીલ તથા રાહુલ કરશનભાઈ ભીલ રહે. બંને કલ્યાણપર તા.ભચાઉ વાળાઓ પાસે કોપર કેબલનો જથ્થો ચોરી અથવા છળકપટથી મેળવેલ હોય જે બાતમી હકિકત આધારે બે આરોપીઓને કોપર કેબલના જથ્થા સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી ક૨વામાં આવેલ છે.