યોજાશે ભુજ તાલુકાકક્ષાનો કલા મહાકુંભ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત ભુજ તાલુકા કક્ષા કલા મહાકુંભ – ૨૦૨૬નું આયોજન આગામી તારીખ ૦૯/૧૦/૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું છે.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, કચ્છ-ભુજ દ્વારા સંચાલિત તેમજ શ્રી માતૃ છાયા કન્યા વિદ્યાલય (પ્રાથમિક વિભાગ), ભુજ ખાતે આ સ્પર્ધાઓ યોજાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નોંધણી કરાવેલા તમામ વયજૂથના સ્પર્ધકોએ નિયત તારીખે સવારે ૮:૩૦ કલાકે સ્પર્ધા સ્થળે સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, કચ્છ દ્વારા જણાવવામાં આવ્યું છે.