ફાચરિયા પાસે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતાં લફરાનાં યુવાનનું મોત

ગઇકાલે રાતે મુંદરાના ફાચરિયા પાસે બાઇકને અજાણ્યા વાહને અડફેટે લેતાં બાઇકચાલક લફરાના 27 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. તા. 30/9ના રાતે સાડા દશેક વાગ્યે તેના કબજાની લઇને પોતાની નોકરીથી પરત ફરી રહ્યા હતા. ત્યારે લફરા-ફાચરિયા રોડ પર પુલિયા પાસે અજાણ્યા વાહનચાલકે તેને અડફેટે લેતાં માથાં તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચાડતાં યુવાનનું મોત નીપજ્યાની ફરિયાદ પ્રાગપર પોલીસ મથકે નોંધાવતાં પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે ખાવડા બોર્ડર પર બીએસએફના હેડ કોન્સ્ટેબલ ટી. હરિ બાબુ તેમની કંપનીની બાઇકની એવરેજ ચકાસી રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થતાં ઇજાનાં પગલે તેનું મૃત્યુ થયું હતું.ખાવડા પોલીસ મથકે બીએસએફ બટાલિયન 84ના આસિ. કમાન્ડન્ટ સંજિત સતવીર જાટે ગઇકાલે જાહેર કરેલી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ તા. 30/9ના સાંજે તેમની કંપનીની ગાડીઓની કે.એમ.પી.એલ. (એવરેજ) ટેસ્ટ કરી રહ્યા હતા. તે દરમ્યાન બોર્ડર પિલર નજીક બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજાનાં પગલે તેનું મોત થયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.