અંજારના ચકચારી બેવડી હત્યા કેસમાં બે ઈસમોને આજીવન કેદ
અંજાર, શહેરના બે વર્ષ પહેલાં બનેલા બેટરી ચોરી કરતી ટોળકીએ હુમલો કરી બેવડી હત્યાની પજાવવાના કેસમાં અંજાર કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સખત સજા ફટકારતો હુકમ આપ્યો છે.સૂત્રો પરથી મળતી માહતી આ કેસની પૂર્વ વિગતો મુજબ આ બનાવ વર્ષ 2023માં દબડા ચાર રસ્તાથી સતાપર ફાટક રોડ ઉપર આવેલ આશાપુરાની સ્ટીલ કંપની પાસે બન્યો હતો. મરણજનાર સવારે ચા પીવા જતા હતા, ત્યારે એક ટ્રકમાંથી ત્રણ જણ બેટરીની ચોરી કરતા દેખાયા હતા. ચોરી કરવાની ના પાડી હતી. આરોપીઓ એ ઉશ્કેરાઈ જઈ ધોકા વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં યુવાનને બંને હાથમાં ફ્રેક્ચર અને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં અને બંને હાથ-પગમાં ગંભીર ઈજાઓ થઇ હતી. સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતાં હુમલાનો બનાવ ડબલ મર્ડરમાં પલટાયો હતો. આ કેસમાં પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષ તરફથી કુલ 24 જેટલા સાક્ષી અને 42 જેટલા દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવ્યા હતા. બન્ને પક્ષની દલીલ સાંભળી અધિક સેશન્સ જજ જે. એલ. ચોવટિયા દ્વારા આરોપીઓને આજીવન કેદની સખત સજા ફાટકારી હતી. બન્ને આરોપીને રૂા. 50,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. દંડની રકમ પૈકી 50 ટકા રકમ ભોગ બનનારના વારસદારોને આપવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ આશિષકુમાર પી. પંડ્યાએ હાજર રહી દલીલો કરી હતી. આ કેસમાં ત્રીજા આરોપીને નિર્દોષ જાહેર કરાયો હતો.