ભીમાસર ગામે તળાવના પ્રદૂષણના પ્રશ્ને ભીમ આર્મીની રજૂઆત સાથે કલેક્ટરને આવેદનપત્ર

image

ભુજ તા 01/10/2026, અંજાર તાલુકાના ભીમાસર ગામે તળાવમાં કેમિકલયુક્ત તથા પ્રદૂષિત પાણી આવવાના આક્ષેપોને લઈને ભીમ આર્મી ભારત એકતા મિશન – કચ્છ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

ભીમાસર ગામના તળાવ તથા આસપાસના વિસ્તારમાં પ્રદૂષણના કારણે પાણી, પશુઓના આરોગ્ય, પર્યાવરણ તથા જળચર જીવોને નુકસાન થતું હોવાની સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી પાણીના નમૂના લઈ વૈજ્ઞાનિક તપાસ કરાવવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

તેમજ મોટી સંખ્યામાં ભીમ આર્મીના કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો, ખેડૂતો / ગ્રામજનો, આજુબાજુના તથા જાગૃત નાગરિકો વગેરે દ્વારા કચ્છ કલેક્ટર શ્રીની કચેરીએ આવેદનપત્ર તથા રજૂઆત કરવામાં આવી હતી. ભીમ આર્મીના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે માંગ કરી હતી કે કચ્છ કેમિકલ વિરુદ્ધ, ઈન્ડિયા સ્ટીલ, બી. કે. ટી. ગાંધીધામ તાલુકાની કંપનીઓ સામે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

અંજાર તાલુકાના ભીમાસર ગામના તળાવમાં આસપાસની ઔદ્યોગિક કંપનીઓ દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત/કેમિકલયુક્ત પાણીથી થતી તારાજી, પશુ-મૃત્યુ અને જળચર સૃષ્ટિના નાશ અંગે તાત્કાલિક સ્થળ તપાસ, લેબોરેટરી સેમ્પલિંગ અને કાયદેસરની ફોજદારી કાર્યવાહી અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ભીમ આર્મી દ્વારા માંગ કરવામાં આવે છે કે ભીમાસર તળાવમાં પ્રદૂષિત પાણી આવવાના સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ, પાણીના નમૂનાઓની લેબોરેટરી તપાસ, પ્રદૂષણના સ્ત્રોતની ઓળખ અને જવાબદાર વ્યક્તિઓ / એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તંત્ર દ્વારા યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભીમ આર્મી દ્વારા લોકશાહી અને કાયદેસરની રીતે આગળની રજૂઆત કરવામાં આવશે.

જળ, જમીન, જંગલ, હવાનું ભયંકર પ્રદૂષણ થયેલ છે. આ રજૂઆત કરવાની વેળાએ તમામ ઉપસ્થિતોની હાજરીમાં કહેવામાં આવ્યું હતું કે આ કંપનીઓ વિરુદ્ધ સાત દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભીમ આર્મી કલેક્ટર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ આપશે જેમાં સંપૂર્ણ જવાબદારી સરકારી વહીવટી તંત્ર તેમજ કંપનીઓની રહેશે.

આવેદનપત્ર આપતી વેળાએ ભીમ આર્મી ભારત એકતા મિશનના કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર સાથે જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ – ભીમજીભાઈ બોચિયા, અનીષભાઈ જુણેજા, લક્ષમણભાઈ વાઘેલા, નરેશભાઈ ભોઇયાં, દેવજીભાઈ મણવર, કરસનભાઈ સીજુ, હિરેનભાઈ ભદ્રુ, પારુબેન શેખવા, જાકુબભાઈ મંધરીયા, કલ્પેશભાઈ મેરીયા, રતિલાલભાઈ દાફડા, જીતુ દાફડા ઉપસ્થિત રહ્યા હતા તેવું ભીમ આર્મીના કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમારની યાદીમાં જણાવ્યું છે.