ભુજના રેલવે સ્ટેશનમાં સામાન્ય બાબતે કંકાસમાં હત્યાનો બનાવ

સાંજે ભુજના રેલવે મથકના એક નંબરના પ્લેટફોર્મ પર બિહારના 28 વર્ષીય યુવાન આરોપીને પૂછ્યું ક્યાં જવું છે…સૂત્રો પરથી મળતી માહિતી આથી બંને વચ્ચે માથાકૂટ થઇ અને ઝપાઝપીમાં પ્લેટફોર્મ પર ચાલતાં કામનો લોખંડનો સળિયો યુવાનને માથે ઠોકી દઇને ત્યાં જ તેનું ઢીમ ઢાળી દીધું હતું. આ હત્યાના બનાવ અંગે રેલવે પોલીસના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સાંજે 4.30 વાગ્યાના અરસામાં એક નંબરના પ્લેટફોર્મ ઉપર ખભે બેગ ટાંગીને ઊભેલા બિહારના યુવાન મુકેશે ત્યાં ઊભેલા આરોપીને પૂછ્યું કે, તારે ક્યાં જવું છે… સુરત, તું મને શું કામ પૂછે છે, જેને લઇને બંને વચ્ચે બોલાચાલી અને માથાકૂટ બાદ ઝપાઝપી થઇ હતી. આરોપીએ પ્લેટફોર્મ પર ચાલતાં કામનો લોખંડના પાઇપ-સળિયા ઉપાડી મુકેશનાં માથાંમાં ઠોકી દેતાં તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું. આરોપીને પોલીસે રાઉન્ડઅપ કરી લીધો છે. તે ગાંધીધામના ભારતનગરનો હોવાનું કહે છે, પરંતુ પોલીસે તેની ખરાઇ કરવાની બાકી હોવાનું કહ્યું હતું. બીજી તરફ આ હત્યાના બનાવનાં પગલે સેવાભાવી માનવજ્યોત સંસ્થાની એમ્બ્યુલન્સ મારફત મૃતકની લાશને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ લઇ જવાઇ હતી, જેમાં સંસ્થાના પ્રબોધ મુનવર, રફીક બાવા, રસિક જોગી, વિક્રમ રાઠી મદદરૂપ થયા હતા. આ લખાય છે ત્યારે પણ રેલવે પોલીસ પોસ્ટમોર્ટમ અને ફરિયાદ દાખલ કરવા સહિતની કાર્યવાહીમાં પરોવાઇ હોવાનું સામે આવ્યું છે.