રાજ્યવ્યાપી એટીએમ ચોરીની મેવાત ગેંગના લીડરને જાન જોખમમાં નાખી પકડ્યો હતો ગાંધીધામના પડાણા નજીક બે એટીએમ તોડી ચોરીને અંજામ આપનાર તેમજ અંજારના વરસાણા પાસે એટીએમ તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર ઉપરાંત આ પહેલાં ગુજરાત આખામાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને પાલનપુર ખાતે એટીએમ તોડી ચોરીને અંજામ આપી રહેલી હરિયાણાની મેવાત ગેંગના મુખ્ય લીડરને રાજસ્થાનના ખતરનાક ગણાતા ગામ કે જ્યાં કદાચ કોઇ પોલીસ આરોપીને પકડવા જાય તો તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે તેવા ખતરનાક ગામમાં જઇ હાલ આદિપુરપોલીસ મથકના પીએસઆઇ તરીકે ફરજ બજાવી રહેલા પીએસઆઇ બી.ડી.ઝીલરિયા આ કામગીરી પોતાની જાન જોખમમાં મુકીને સફળતાપૂર્વક કરી આવ્યા અને આ રાજ્ય વ્યાપી એટીએમ ચોરીના ભેદનો પર્દાફાશ કર્યો તેમની આ કામગીરીને ૭૩ માં ગણતંત્ર દિવસના ઉપક્રમે જિલ્લા કક્ષાએ ઉજવાયેલા કાર્યક્રમમાં તેમને વિશિષ્ટ સન્માન સાથે તેમની આ કામગીરીની નોંધ લેવાઇ હતી .આ કામગીરી બાદ તેમને આદિપુર પોલીસ મથકનોસ્વતંત્ર હવાલો સોંપાયો છે અને આ હવાલો સોંપાયા બાદ તેમણે આદિપુરમાં જીમખાનાની આડમાં ધમધમી રહેલી બે જુગાર ક્લબો ઉપર દરોડો પાડી ધાક બેસાડતી કામગીરી કર્યા બાદ, બે દિવસમાં જ આદિપુરમાં ચાર જગ્યાએ ધમધમી રહેલા યંત્ર મટકાના હાટડાઓ ઉપર દરોડો પાડી ખરેખર પ્રશંસનિય કામગીરી કરી છે. તેમની આપ્રકારની કડક કામગીરીને લોકોએ બિરદાવી છે