ભુજ બોર્ડર રેન્જ આઈજી ડી.બી. વાઘેલાએ એક અનોખા અભિયાનના ભાગ રૂપે તેમની પાસે અગાઉ લોકદરબારમાં ફરિયાદ કરનાર અરજદારોને બોલાવીને તેમની ફરિયાદ અંગે થયેલ કાર્યવાહીની સમીક્ષા કરી હતી. ભુજ મધ્યે ડીએસપી કચેરીના કોન્ફરન્સ હોલ મધ્યે આઈજી ડી.બી. વાઘેલાએ તેમની સમક્ષ લોકદરબારમાં રજુઆત કરનારા ૨૬ અરજદારોને બોલાવ્યા હતા. જે પૈકી ૧૮ અરજદારો હાજર રહ્યા હતા. આ તમામને આઈજી શ્રી વાઘેલાએ તેમની ફરિયાદ પછી પોલીસે કોઈ કાર્યવાહી કરી? શું કામગીરી કરી? તેમની ફરિયાદનો નિકાલ થયો કે નહીં? તે વિશે માહિતી મેળવી હતી. ડીએસપી સૌરભ તોલંબિયા, ડીવાયએસપી જે.એન. પંચાલ સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આઈજી શ્રી વાઘેલાએ કોઈ પણ નાગરિકોને કાયદો વ્યવસ્થા અંગે નિઃસંકોચ રજુઆત કરવા આહવાન કર્યું હતું.