“સેવા મારું યોગદાન” અંતર્ગત વાહનોમાં નિયમ મુજબની HSRP નંબર પ્લેટ ન લગાવેલ ન હોય તથા બ્લેક ફિલ્મ(કાળા કાચ) લગાવી પરીવહન કરતા વાહનો સામે એન્ફોર્સમેન્ટની કામગીરી   

9 (4)

માન.વડાપ્રધાનશ્રીના ૨૫ વર્ષના સેવા અને સુશાસન સંદર્ભે ‘સેવા મારું યોગદાન’ થીમ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા રોડ સેફટી અંતર્ગત વાહનોમાં નિયમ મુજબની HSRP નંબર પ્લેટ ન લગાવેલ ન હોય તથા બ્લેક ફિલ્મ(કાળા કાચ) લગાવી પરીવહન કરતા વાહનો સામે તા.૩૦/૦૯/૨૦૨૬ થી તા.૦૧/૧૦/૨૦૨૬ સુધી સઘન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવેલ હતી.  

આ કાર્યવાહી દરમિયાન માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને વાહનોની ચકાસણી કરવામાં આવી હતી તથા નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે મોટર વાહન અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુલ-૮૬ વાહનોને અત્રેની કચેરીના ચેકિંગ અધિકારીશ્રીઓ દ્વારા ચલણ ઇસ્યુ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ હતી.

વધુમાં અત્રેની કચેરીના અધિકારીશ્રીઓ દ્વારા વાહન ચાલકોને નિયમ મુજબની HSRP નંબર પ્લેટ લગાવવા, વાહનોમાં બ્લેક ફિલ્મ(કાળા કાચ) દૂર કરવા તેમજ માર્ગ સલામતિ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.