ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું કચ્છમાં આગમન

image

કચ્છ જિલ્લામાં બે દિવસીય વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા લેડી ગવર્નરશ્રી શ્રીમતિ દર્શનાદેવીજીનું ભુજ એરપોર્ટ ખાતે આગમન થતાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ સહિત પદાધિકારીઓશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું કચ્છની ધરા ઉપર આવકાર આપીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.