ચેક પરતના કેસમાં ઈસમને છ માસની કેદની સજા
ચેક પરતના કેસમાં નાગલપરના આરોપીને નખત્રાણા કોર્ટે કસૂરવાર ઠેરવી છ માસની કેદની સજા ફરમાવી છે.સૂત્રો પરથી મળતી માહિતી આ કેસની વિગતો મુજબ ફરિયાદીએ આરોપી પાસેથી તેની કાયદેસરની લેણી થતી રકમની માગણી કરતાં આરોપીએ ચેક લખીને આપ્યો હતો. આ ચેક અપૂરતાં ભંડોળના શેરા સાથે પરત ફરતાં ફરિયાદીએ કેસ દાખલ કરાવ્યો હતો. નખત્રાણાના અધિક ચીફ જ્યુ. મેજિ. એ.ડી. રાઓએ ફરિયાદ મંજૂર કરી આરોપીને છ માસની કેદ અને ચેકની રકમનો દંડ કરી તે રકમ ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદીના એડવોકેટ તરીકે અરવિંદ આર. લીંબાણી, જિજ્ઞેશ બી. ધોળુ, રેનુ વી. ખેતાણી હાજર રહ્યા હતા.