28 લાખનો માર્બલ સગેવગે થતા છેતરપિંડી:મુંદરા

રાજસ્થાનની કંપનીએ વિદેશથી મારબલનો જથ્થો મંગાવ્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી આ 28 લાખનો મારબલ સગેવગે થતા કસ્ટમ ક્લિયરન્સ કરતી કંપનીવાળા ઉપર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મુંદરા પોલીસ મથકે મલ્ટિ મારબલ્સ પ્રા.લિ. ઉદયપરના એકાઉન્ટન્ટ એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપની દ્વારા વિદેશમાંથી મારબલનો જથ્થો મુંદરા અને કંડલા પોર્ટ પર આયાત કરી તેનો વેપાર કરે છે. જેના કસ્ટમ ક્લિયરન્સનું કામ મીવાન ઓસીઆન સર્વિસીસ પ્રા.લિ.ના રોકેલ છે.અલગ-અલગ 12 ઈન્વોઈસ બિલ અપાયા તેમાં વધારાનો ચાર્જ હોતા તેને જાણ કરાઈ પરંતુ સુધારા કરવાની ના પાડી દીધી હતી. જેથી બન્ને કંપની વચ્ચે વિવાદ થયો હતો. આ દરમ્યાન ફરિયાદીની કંપનીઓ મારબલ બ્લોકનો જથ્થાનો કન્સાઈનમેન્ટ મુંદરા પોર્ટ પર આવતા જાણ કરી હતી. આ રૂા. 28,07,916ના માલ કસ્ટમ ડયૂટી રૂા. 14,52,201 હતું. જેનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. આ મારબલનો જથ્થો ..મૈયા સીએફએસ મુંદરા પોર્ટ આવ્યો હતો. અભિષેક દ્વારા કન્સાઈનમેન્ટ કાર્ગો ક્લીયર કરવા રૂા. 8,15,699 લાગશે તેવું જણાવતા કંપનીએ ચાર્જ પેટે રૂા. પાંચ લાખ એડવાન્સ આપ્યા હતા. અભિષેકે માલ છોડાવીને સગે-વગે કરી નાખ્યો છે. અભિષેકને અવાર-નવાર માલ આપવા જાણ કરવા છતાં આજ દિન સુધી માલ પરત આપ્યો નથી. અને તે જણાવે છે કે, મારે તમારી કંપની મલ્ટિ મારબલ્સ પ્રા.લિ. પાસેથી આશરે પચ્ચીસ લાખ રૂપિયા લેવાના નીકળે છે. તે રૂપિયા આપશોત તો માલ આપીશું. પરંતુ અમારા હિસાબે અભિષેકને આશરે 11 લાખ દેવાના થાય છે. જે લેતી-દેતીના હિસાબે તેઓ કિંમતી માર્બલ આપતા નથી તેવું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે છેતરપિંડી સંબંધે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.