એકને પકડવા ચક્રો ગતિમાન:મોટા કરોડિયાની વાડીમાંથી 1.61 લાખના દારૂ સાથે બે જબ્બે
અબડાસા તાલુકાના મોટા કરોડિયાની વાડીમાંથી બાતમીના આધારે કોઠારા પોલીસે રૂા. 1,61,424ના શરાબના જથ્થા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા, જ્યારે આ કામના અન્ય એક શખ્સને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.સૂત્રો પરથી મળતી માહિતી કોઠારા પોલીસે બાતમીના આધારે મોટા કરોડિયાની નદીની ડાબી બાજુમાં પટ્ટમાંની વાડીમાંથી શરાબની જુદા-જુદા બ્રાન્ડની 163 બોટલ કિં. રૂા. 1,11,240 તથા બિયરના 408 ટીન કિં. રૂા. પ0,184 એમ કુલ રૂા. 1,61,424ના શરાબના જથ્થા સાથેને ઝડપી લીધા હતા, જ્યારે દરોડા દરમ્યાન આ કામના હાજર ન મળેલાને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ત્રણે આરોપી તથા તપાસમાં જે ખૂલે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.