નામદાર કોર્ટ દ્રારા ફરમાવવામાં આવેલ સજા વોરંટના અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અંજાર પોલીસ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ નાઓની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ, અંજારની અધ્યક્ષતામા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નામદાર કોર્ટ દ્રારા ફરમાવામાં આવેલ સજા વોરંટ વાળા આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોઈ જે અનવ્યે શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર અંજાર પોલીસ સ્ટેશન નાઓએ અંજાર પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી નામદાર કોર્ટ દ્રારા આરોપીઓને ફરમાવેલ સજા વોરંટ કામેના આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે સુચના આધારે પોલીસ સ્ટાફની ટીમ પો.સ્ટે વિસ્તારમાં સજા વોરંટમાં જણાવેલ આરોપીઓને પકડવા માટે પ્રયત્નસીલ હોઈ અને હુમનસોર્સ હકિકત આધારે નીચે મુજબના સજા વોરંટના બે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજુ ક૨તા તેઓના પાલારા ખાતે જેલ વોરંટ ભરી આપતા આરોપીઓને પાલારા ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે.