“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સામખીયારી ખાતે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ રાખી માર્ગ સલામતિ અંગે જાગૃતિ તથા આદિપુર ખાતે વીર-ગાથા અને માજી સૈનિક સન્માન કાર્યક્રમ

image

આજરોજ “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સામખીયારી ખાતે માતાના મઢ ખાતે સમગ્ર ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં માતાજીના ભડતો ચાલીને આવતા હોઈ જેઓની સુખાકારી તથા સલામતી તથા ટ્રાફિક વ્યવસ્થા અંગે સંપૂર્ણ ધ્યાન રાખવા કચ્છ જિલ્લાના પ્રવેશ દ્વાર સામખીયારી ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં પયાત્રીઓ માટે જમવા તથા રહેઠાણ અને મેડીકલની સંપૂર્ણ વ્યવસ્થા સાથેના સેવા કેમ્પનું શુભારંભ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા કરવામાં આવેલ જે પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ શ્રી સાગર સાંબડા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ.ઝાલા સામખીયારી પો.સ્ટે.તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહેલ અને પદયાત્રીઓને માર્ગ સલામતી માટે તથા ટ્રાફિક નિયમન અને તેઓની માલ-સામાનની સલામતી માટે સુચનો આપવામાં આવેલ હતા. તેમજ આદિપુર જિલ્લા તાલિમ ભવન ખાતે ગાંધીધામ તાલુકા વિસ્તારમાં રહેતા માજી સૈનિકોના સન્માન માટે વીર-ગાથા સૈનિક સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં કુલ-૧૯ માજી સૈનિકોનું સન્માન કરવામાં આવેલ અને તેઓને ભારતીય સેનામાં રહી યુધ્ધ વખતે કરેલ કામગીરી અને દેશ સેવાની ગાથા વર્ણવી હતી તમામ સૈનિકોનું સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.આર.ભાટીયા એસ.સી.એસ.ટી.સેલ ગાંધીધામ નાઓની ઉપસ્થિતીમાં પો.ઈન્સ.શ્રી એમ.સી.વાળા આદિપુર તથા રીટાયર્ડ કર્નલ જશવંતસિંહ તથા શહેરના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. તેમજ સામખીયારી પોલીસ સ્ટેશન દ્વારા લગધીરગઢ પ્રા.શાળા તા.ભચાઉ ખાતે તથા લાકડીયા પોલીસ સ્ટેશન દ્વારા વસટવા માધ્યમીક શાળા તા.ભચાઉ ખાતે તથા રાપર પોલીસ સ્ટેશન દ્વારા ઉમૈયા માધ્યમીક શાળા તા.રાપર ખાતે સાયબર કાઈમ તથા નાર્કોટીકસ ડ્રગ્સ અંગે જાગૃતિ સેમિનારો યોજવામાં આવેલ હતા. જેમાં સાબયર ક્રાઈમ અટકાવવા સરાકરથી દ્વારા ચાલતા પોર્ટલો તથા હેલ્પલાઈન નં.૧૯૩૦ તથા નાર્કોટીક્સ ડ્રગ્સનો દુષણ અટકાવવા માનસ પોર્ટલના હેલ્પલાઈન નં.૧૯૩૩ તથા નાર્કોટીકસ વિભાગના ૧૯૦૮ અંગે જાણકારી આપવામાં આવેલ હતી.આ તમામ કાર્યક્રમોમાં કુલ-૭૫૦ થી વધુ લોકોને માહિતીગાર કરવામાં આવેલ હતા.