ભુજ નગરપાલિકા દ્વારા દર ત્રણ મહિને બોલાવતી સામાન્ય સભા ના બોલાવતા કોંગ્રેસનો વિરોધ

મ્યુનિસિપલ એક્ટ મુજબ દર ૩ મહિને સામાન્ય સભા યોજવી ફરજિયાત હોવા છતાં, ૫ મહિનાથી વધુ સમય વિતી જવા છતાં ભુજ નગરપાલિકાની સભા બોલાવવામાં આવી નથી.
પ્રમુખ પોતાના જ સાથી સભ્યોનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા હોવાથી અને બહુમતી સાબિત ન કરી શકવાના ડરે સામાન્ય સભા ટાળી રહ્યા હોવાનો વિપક્ષનો આરોપ.
ચૂંટણી પરિણામો બાદ લાંબા સમય સુધી કારોબારી સમિતિ ન બોલાવાઈ, અને મળી ત્યારે પણ ચીફ ઓફિસરની સહી વગર ઠરાવો લટકાવી રાખવામાં આવ્યા છે.
નગરપાલિકામાં કયા કામો મંજૂર થયા તે અંગેની પારદર્શિતા ન રહે તે માટે ઠરાવોની નકલો આપવામાં આવતી ન હોવાનો દાવો.
શ્રાવણ માસ દરમિયાન સુરલભીટ મહાદેવ જેવા ધાર્મિક સ્થળો નજીક અંધારપટ રહ્યો હતો અને હાલમાં પણ શહેરની ૫૦% રોડ લાઈટો બંધ હાલતમાં છે.
સફાઈ કોન્ટ્રેક્ટમાં જરૂરી વાહનો અને માણસોની સંખ્યા ઘટવા છતાં શાસકો દ્વારા ટકાવારી અને ભ્રષ્ટાચાર વધારવામાં આવ્યો હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ.
ગટરની પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવામાં શાસકો નિષ્ફળ રહ્યા છે અને નાની પાઈપલાઈન નાખવા જેવા સરળ કામોમાં પણ મહિનાઓ સુધી પ્રજાને હેરાન કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને યોગ્ય વૈકલ્પિક આયોજન વગર સ્થાનિક લારી-ગલ્લા ધારકોને હટાવીને તેમનો રોજગાર છીનવી લેવાયો છે.
ફેરિયાઓને જે નવી જગ્યાએ ખસેડાયા છે ત્યાં પેવર બ્લોક, રોડ લાઈટ કે ડસ્ટબિન જેવી પાયાની પ્રાથમિક સગવડો પણ પૂરી પાડવામાં આવી નથી.
બહારથી આવીને ફૂટપાથ પર બેસતા વેપારીઓ પાસેથી નગરપાલિકાના અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોવાનો આરોપ મૂકીને કોંગ્રેસે સ્થાનિક વેપારીઓને પણ આ મુદ્દે અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું છે.