મિરઝાપર મધ્યે હાઇવે પર “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ” નું આયોજન

માતાનામઢે દર્શને જતાં પદયાત્રી,
વાહન ચાલકો માટે ભુજ તાલુકાનાં મિરઝાપર હુંન્ડાઈ ના શો રૂમ પાસે કચ્છ સાંસદશ્રી જાગૃત અને સેવાભાવી શ્રી વિનોદભાઇ
ચાવડા નો પ્રેરણા અને માર્ગદર્શન સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ના સૌજન્ય દ્વારા પદયાત્રા “માં આશાપુરા સેવા સંકલ્પ
પદયાત્રી કેમ્પ” આજે સાંજે 07:00 વાગ્યે શુભારંભ કરવામાં આવશે.
સાંસદશ્રીએ જણાવ્યું હતું કે કચ્છ નાં કુળદેવી માં આશાપુરા માતાનામઢ મંદિરે નવરાત્રિ દરમ્યાન અસંખ્ય શ્રધ્ધાળૂઓ
શીશ ઝુકાવવા માટે પદયાત્રા એ જાય છે. તેમજ વાહનો થી પણ દૂર દૂર મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દેશભરથી લોકો આવે
છે ત્યારે સેવા ભાવના અને શ્રધ્ધાળુંઓ ને પ્રેરક બળ પૂરું પાડવા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આપણાં પ્રેરણાસ્ત્રોત યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પરમ આસ્થાથી વર્ષો થી નવરાત્રિ દરમ્યાન
માત્ર પાણી કે પ્રવાહી વડે નકોરડા ઉપવાસ કરે છે. તેમની ભક્તિ વંદના ને ઉજાગર કરવા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ –
લખપત હાઇવે પર મિરઝાપર પાસે “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ” નું આયોજન કરેલ છે જે ચાર થી પાંચ દિવસ
ચાલુ રાખવામા આવશે તારીખ 07/10/2026 બુધવાર ના સાંજે કેમ્પ નો શુભારંભ માઈ ભક્તો – પદયાત્રીઓની અને
શુભેચ્છ્કો – સંગઠનનાં પદાધિકારીઓ, ધારાસભ્યો, મહાનુભાવો ની ઉપસ્થિતિ માં સાંજે 07:00 વાગ્યે કરવામાં આવશે.
સેવા કેમ્પની વિશિષ્ટ્તા દર્શાવતા સાંસદશ્રી એ જણાવ્યું હતું કે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના
શાસનકાળ માં કાર્યરત યોજનાઓની પ્રદર્શની અને મેડિકલ સેવા કેમ્પ, મિલેટ્શ ધાન સાથે એનર્જી સોફ્ટ ડ્રિંક અને પ્લાસ્ટિક
મુક્ત ભારત અભિયાન સાથે યાત્રિકો માટે તેમના બેગ ઉપર અકસ્માત ને રોકવા રેડીયમ પટ્ટી અને પદયાત્રીઓ માટે મોબાઇલ
ચાર્જર સુવિધાઓ તેમાં ઉપલબ્ધ રહેશે. માતાના મઢ યાત્રાળુઓ ને વંદનાત્મક શુભકામના સાંસદશ્રીએ પાઠવતા યાત્રા
સફળતાપૂર્વક પુર્ણ થાય તેવી માતાજીને અભ્યર્થના કરી હતી.