પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠીયાની રજૂઆત રંગ લાવી : બાલાસર પોલીસ સ્ટેશનને PSIમાંથી PI કક્ષામાં અપગ્રેડ…
રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના સતત જાગૃત અને પ્રયત્નશીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ સરકાર સમક્ષ રજુઆત કરતા જણાવ્યું હતું કે વર્તમાન PSI કક્ષાની મર્યાદિત સત્તાઓ અને સ્ટાફ સાથે અસરકારક નિયંત્રણ તથા ઝડપી નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે.તેથી બાલાસર પોલીસ સ્ટેશનને PSI કક્ષામાંથી PI કક્ષામાં અપગ્રેડ કરી PI કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવે, જેથી વિસ્તારની કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બને અને વહીવટી તથા સુરક્ષા વ્યવસ્થામાં વધુ અસરકારકતા આવે.શ્રીમતી સંતોકબેન આરેઠીયાએ આ બાબતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ઉપરાંત સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆત કરી હતી અને બાલાસર પોલીસ સ્ટેશનનું મહત્વ ધ્યાનમાં રાખીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.રજૂઆતના પરિણામેં બાલાસર પોલીસ સ્ટેશનને PI કક્ષાની પોસ્ટ પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠીયાની આ રજૂઆત બાદ હવે બાલાસર પોલીસ સ્ટેશનને PI કક્ષાની પોસ્ટ મળતા વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.લાંબા સમયથી કરવામાં આવી રહેલી આ માંગણીને પરિણામ મળતા રાપર તાલુકાના લોકો માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.શ્રીમતિ સંતોકબેન આરેઠીયાએ સત્તા પક્ષાને નિશાન સંધતા જણાવ્યું હતું કે “જાહેર હિતની બાબતો માટે કરવામાં આવતી રજૂઆતો માત્ર કાગળ પૂરતી સીમિત ન રહે, પરંતુ તેનો હકારાત્મક પરિણામ આવે તે જ સાચી લોકસેવા છે.” બાલાસર સહિત સમગ્ર રાપર તાલુકાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બને તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.બાલાસર પોલીસ સ્ટેશનને PI કક્ષામાં અપગ્રેડ થવાથી ધોળાવીરા જેવા વૈશ્વિક મહત્વ ધરાવતા સ્થળની સુરક્ષા, પ્રવાસીઓની સલામતી, ટ્રાફિક વ્યવસ્થા તથા સમગ્ર વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની કામગીરીને વધુ વેગ અને મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.