કચ્છના હાઇવે પર લૂંટનો નવો અડ્ડો! – હોટલ તુલસી

અડધા કપ ચા ના 30 રૂપિયા, ગરીબ ટ્રક ડ્રાઇવરોને કહે છે “પીવી હોય તો પીઓ, નહિતર જતા રહો”

કચ્છના ધમધમતા આડેસર-રાધનપુર હાઈવે પર રાતના અંધારામાં ઝગમગતી એક હોટલ દૂરથી જોઈને થાકેલા ડ્રાઇવરને એમ લાગે કે ચાલો, એક ગરમ ચા પીને થાક ઉતારીએ. પણ અંદર ગયા પછી જે અનુભવ થાય છે તે કડવી ચા કરતાં પણ વધારે કડવો છે.

આ વાત છે બ્રિજ પાસે, ખાલી સાઈડમાં આવેલી હોટલ તુલસી ની.

એક નવલકથા જેવી સત્ય ઘટના. રણના વચ્ચે ભૂખ્યો-તરસ્યો મુસાફર પાણી શોધે અને સામે મૃગજળ દેખાય એવી હાલત અહીંના ડ્રાઇવરોની થાય છે. બહાર મોટા-મોટા અક્ષરે “HOTEL TULSI” ના લીલા-લાલ પાટિયા ઝળહળે છે, અંદર પ્રવેશો તો એક અડધા કપ ચા નો ભાવ સાંભળીને પગ તળેથી જમીન સરકી જાય.

અડધો કપ ચા = 30 રૂપિયા, બે કપ = 60 રૂપિયા!

આ કોઈ ફાઈવ સ્ટાર હોટલ નથી, આ હાઇવેની એક સામાન્ય હોટલ છે જ્યાં દેશનો અન્નદાતા ટ્રક ડ્રાઇવર દિવસ-રાત મહેનત કરીને પોતાના પરિવારનું પેટ ભરે છે. ગઈકાલે એક ડ્રાઇવરે હિંમત કરીને પૂછ્યું, “ભાઈ, આટલો બધો મોંઘો ચા કેમ?”

જવાબમાં તુલસી હોટલના સ્ટાફે જે શબ્દો કહ્યા તે સાંભળીને માનવતા પણ શરમાઈ જાય. વીડિયોમાં સ્પષ્ટ સંભળાય છે,”તમને મજા આવે તો પીઓ, ના મજા આવે તો ન પીઓ, એટલે કે “પીવી હોય તો પીઓ નકર જતા રહો.”

આ કેવો વ્યવહાર? શું આ હાઇવે હોટલોને ગ્રાહકોની કોઈ જ કદર નથી? કે પછી એટલું બધું કમાઈ લીધું છે કે હવે ગરજ જ નથી રહી?

રાતના અંધારામાં જ્યારે બીજે ક્યાંય ચા ન મળે ત્યારે મજબૂરીમાં ઉભા રહેતા ટ્રક ચાલકોને લૂંટવા એ કયા ન્યાયમાં આવે છે? તંત્રએ આ હોટલના ભાવ પત્રક અને આવા અભદ્ર વર્તન સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

આ તુલસી હોટલ તુલસી જેવી પવિત્ર નથી રહી, ગ્રાહકો માટે તો આ મોંઘવારીની કાંટાળી તુલસી બની ગઈ છે.