જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ : માન. શિક્ષણમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં મળેલ સૂચના

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ : માન. શિક્ષણમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં મળેલ સૂચના અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, બી.આર.સી.,એ શાળા મુલાકાત લઇ શાળાની સુવિધાઓ જેવી કે સેનીટેશન, પીવાના પાણીની સુવિધા તેમજ કોઈ મુશ્કેલી હોય તો તે જાણી નિયત પોર્ટલમાં અપલોડ કરવાની કામગીરી શરુ થયેલ છે. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર અને ટીમ દ્વારા ભુજ નખત્રાણાની ૦૩ માધ્યમિક શાળા, ૦૩ પ્રાથમિક શાળા તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી હતી. શિક્ષકો તેમજ બાળકોને મળી પ્રશ્નો જાણ્યા હતા, તેમજ જરૂરી સૂચનાઓ આપી હતી. શાળા મુલાકાતમાં શિક્ષણ નિરીક્ષક સર્વ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા તેમજ મહેશદાન ગઢવી, સી.આર.સી. પ્રદીપભાઈ જાદવ જોડાયા હતા.