પ્રતાપગઢમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છેડતી

રાપરના પ્રતાપગઢમાં પાંચ ઇસમોએ બે કિશોરીઓને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છેડતી કરતાં એક કિશોરી ઘરેથી નીકળી ગઇ હતી.સૂત્રો પરથી મળતી માહિતી બનાવ અંગે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. પ્રતાપગઢમાં તા. 30-9ના બનેલા આ બનાવ અંગે તથા એક  અજાણ્યા શખ્સ સામે ગુનો પોલીસ મથકે દર્જ થયો હતો. આ શખ્સોએ એક કિશોરી તથા એક યુવતીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેમની છેડતી કરી હતી તથા એક વ્યક્તિને માર માર્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકીથી એક કિશોરી ઘરેથી નીકળી ગઇ હતી, જેને અજાણ્યો શખ્સ તેને લઇ ગયો હોવાનું પોલીસ મથકે નોંધાયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ  ધરી છે.