નાની ચીરઇ હત્યા પ્રકરણે ચારના સોપાધિક જામીન મંજૂર
ભચાઉના નાની ચીરઇમાં હત્યાના પ્રકરણમાં ચાર આરોપીઓને શરતોને આધીન જામીન પર મુક્ત કરાયા હતા.સૂત્રો પરથી મળતી માહિતી નાની ચીરઇમાં થયેલા ઝઘડામાં ગંભીર ઇજાઓના પગલે યુવાનનું મોત થયું હતું. જે બનાવ અંગે ભચાઉ પોલીસ મથકે છ લોકો સામે ગુનો દર્જ થયો હતો. પોલીસે આરોપીઓની અટક કરી ચાર્જશીટ રજૂ કરી હતી. ભચાઉની કોર્ટમાં મુક્ત થવા અરજી કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ ન્યાયાધીશએ આ આરોપીઓને શરતોને આધીન જામીન મુક્ત કર્યા હતા. આરોપીઓ વતી ધારાશાત્રી હાજર રહી દલીલો કરી હતી.