ઝુરાની સીમમાંથી ત્રણ લાખના વાયરની ચોરી
ભુજ તાલુકાની ઝુરાની સીમમાં સોલાર પ્રોજેકટની સાઇટના બ્લોક પરથી કુલ્લે રૂા. ત્રણ લાખના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે માધાપર પોલીસ મથકે સિકયુરિટી મેનેજરએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઝુરાની સીમમાં આવેલી આયાના રિન્યૂએબલ પાવર ફોર પ્રાઇવેટ લિ. સોલાર પ્રોજેકટની સાઇટના બ્લોકમાં લાગેલા સ્ટ્રીંગ કેબલ તથા મોડયુલ કેબલ આશરે 1000-1000 મીટર જે બન્નેની કિં. રૂા. ત્રણ લાખ તા. 4-10ની રાતથી બીજા દિવસની સવાર દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.