હોસ્પિટલના જનરેટરમાંથી બેટરીની ચોરી:ગાંધીધામ
ગાંધીધામ શહેરના સેક્ટર 1-એ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના જનરેટરની રૂા. 10,000ની બેટરીની બે ઈસમો ચોરી કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેતા અને સેક્ટર 1-એમાં કિલ્લોસ મેડિકલ સ્ટોર ચલાવતા બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગત તા. 30/9ના મેડિકલમાં હતા ત્યારે અચાનક લાઇટ જતાં જનરેટર ચાલુ થયું નહોતું જેથી જનરેટર જોવા જતાં તેમાંથી બેટરી ગાયબ જણાઇ હતી. તા. 29/9ના સી.સી. ટી.વી. ફૂટેજ તપાસ કરતાં રાત્રે એક ઈસમ જનરેટરમાંથી બેટરી ચોરતો નજરે ચડયો હતો તથા બાદમાં બે ઈસમો આવી બાઇક પર આ બેટરી લઇને નાસી ગયા હતા. હોસ્પિટલમાં દર્દીઓ હોવાથી જનરેટરમાં તાબડતોબ બીજી બેટરી લગાવી ફરિયાદીએ ગઇકાલે રાત્રે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.