છેલ્લા ઘણા દિવસોથી જિલ્લાની ભુજ મધ્યેની મુખ્ય આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી ખોરવાઈ છે. આ અંગે આરટીઓ એજન્ટ એસોસિએશન દ્વારા રજુઆત સાથે લોકોને પડતી મુશ્કેલી અંગે ચિંતા વ્યકત કરાઈ છે. એસોસિએશનના સીનીયર આગેવાન ઉમર સમાએ જણાવ્યું હતું કે, ભુજની મુખ્ય આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સના સોફટવેર સાવાંરથી’નું નેટવર્ક ખોરવાઈ ગયું છે. પરિણામે કાચા લાયસન્સ પછી ટ્રેક ઉપર ટેસ્ટ ડ્રાઇવ દ્વારા અપાતા કોમ્પ્યુટરાઈઝડપાકા લાયસન્સની કામગીરી ખોરવાઈ ગઈ છે. તેમાંયે છેલ્લા ૧૫ દિવસથી તો નવા લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. પરિણામે છેક પૂર્વ કનિદૈ લાકિઅ કચ્છના આડેસરથી પશ્યિમ કચ્છના છેડે આવેલા લખપત સહિતના દૂરના વિસ્તારોમાંથી પાકા લાયસન્સ માટે ભુજ સુધી ધક્કો ખાય છે, પણ પાકું લાયસન્સ બનતું નથી. ભુજની આરટીઓ કચેરીના વર્તુળોના જણાવ્યા પ્રમાણે ‘સારથી’ઙ્ લાયસન્સ માટેનું સોફટવેર તેમ જ તેનું વાયરિંગ કામગીરીનો લોડ ઉપાડી શકતા નથી એટલે વારે ઘડીએ કોમ્પ્યુટર હેંગ થઈ જાય છે. ખરેખર રાજયની આરટીઓ કચેરી દ્વારા નિષ્ણાત કોમ્પ્યુટર ઇજનેરની સલાહ લઈને આ સારથી લાયસન્સ માટેના સોફટવેરને વર્કલોડ.ઉપાડી શકે તે રીતે અપગ્રેડ કરાવવાની જરૂરત છે. આરટીઓને લગતી કામગીરી ભલે ડિજિટલ થઈ પણ કચ્છની આરટીઓ કચેરીનું ડિજિટલ ‘નેટવર્ક’ મોટે ભાગે ખોરવાયેલું રહે છે. પરિણામે નાની મોટી બીજી કામગીરીને પણ અસર પહોંચે છે. ‘નેટવર્ક’ખોરવાતાં અધિકારીઓ અને કર્મચારીઓ પાંગળા બની જાય છે તો કચ્છ જેવા મોટા જિલ્લામાં છેવાડેથી આવતા લોકોનો સમય અને પૈસા બન્ને બરબાદ થાય છે.