ગુજરાત માટે સૌથી મોટા સમાચાર – સોમનાથથી દિલ્હી સુધી નવો એક્સપ્રેસ વે! હવે દ્વારકાધીશથી દિલ્હી માત્ર 14 કલાકમાં!

ગુજરાતીઓ માટે આજે દિવાળી જેવી ખુશી છે! જેની વર્ષોથી રાહ જોવાતી હતી, એ સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે.

સોમનાથથી દિલ્હી સુધી હવે બુલેટની ઝડપે દોડતો નવો એક્સપ્રેસ વે બનવા જઈ રહ્યો છે!

૧. ગુજરાતમાં 680 કિલોમીટરનો આ છ-માર્ગીય એક્સપ્રેસ વે બનશે.

૨. સોમનાથ-દિલ્હી એક્સપ્રેસ વેનું આ મોટું આયોજન છે.

૩. માત્ર સોમનાથ નહીં, દ્વારકા અને પોરબંદર પણ આ એક્સપ્રેસ વેમાં જોડાશે.

૪. આખા પ્રોજેક્ટનું બજેટ સાંભળીને ચોંકી જશો – 3,57,120 કરોડની મહાકાય યોજના છે!
૫. સૌરાષ્ટ્રના તમામ મોટા તીર્થધામો હવે સીધા દિલ્હી સાથે જોડાશે.

૬. સૌથી મોટી વાત – સોમનાથથી દિલ્હીનું અંતર જે અત્યારે 2 દિવસમાં કપાય છે, તે હવે માત્ર 14 થી 16 કલાકમાં પહોંચી શકાશે!

આ ગુજરાત સડક પરિયોજના હેઠળનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે.

આ એક્સપ્રેસ વે બન્યા પછી સૌરાષ્ટ્રના વિકાસને પાંખો લાગશે. યાત્રાળુઓ સોમનાથ, દ્વારકા સીધા દિલ્હીથી આવી શકશે અને ગુજરાતના વેપારીઓ માટે દિલ્હીનો રસ્તો ખુલી જશે.

ખરેખર, વિકાસનો હાઇવે હવે ગુજરાતથી દિલ્હી સુધી દોડશે!