દુધઇ પોલીસનો આરોપી ઝડપાયો
ધમડકાથી બુઢારમોરા વચ્ચે જાહેર માર્ગ પર બાઇકને બોલેરોએ ટક્કર મારી બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.સૂત્રો પરથી મળતી માહિતી તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે, અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી શખ્સને જાનથી મારી નાખવાના ઇરાદે પોતાના વાહન દ્વારા ટક્કર મારી હતી. દુધઇ પોલીસે સીસીટીવી ફૂટેજ, મળેલા પુરાવાના આધારે આરોપીની ઓળખ કરી તેને પકડી પાડયો હતો તથા બોલેરો જપ્ત કરી હતી.