નાસતો ફરતો આરોપી ઝડપાયો:ગાંધીધામ

પૂર્વ કચ્છ પોલીસ પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા અપહરણ, પોકસો જેવા ગંભીર ગુનામાં 10 વર્ષની સજા પામેલા તથા છેલ્લાં બે વર્ષથી ફરાર પાકા કામના કેદી શખ્સને પકડી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી આરોપી રાજકોટ જેલમાંથી 7 દિવસની પેરોલ પર રજા મેળવ્યા બાદ તા. 28/8/2024ના જેલમાં હાજર થવાને બદલે ફરાર થયો હતો. તે રાપરના માણાબા ગામની સીમમાં હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડયો હતો. તેને રાજકોટ જેલમાં ધકેલી દેવામાં  આવ્યો હતો.